અદાણી અને રિલાયન્સ ગ્રુપ આસામમાં 50-50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ ગુવાહાટીમાં ચાલી રહેલા એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં આ જાહેરાત કરી છે. અદાણી ગ્રુપની કંપનીઓ એરપોર્ટ, એરો સિટી, રોડ પ્રોજેક્ટ્સ અને સિમેન્ટ ક્ષેત્રમાં રોકાણ કરશે.
જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી 5 વર્ષમાં ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં આ રકમનું રોકાણ કરશે. મુકેશ અંબાણીએ સમિટમાં કહ્યું કે 2018ના રોકાણકાર સમિટમાં અમે 5,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ 12 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે. હવે અમે આગામી પાંચ વર્ષમાં 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું
મુકેશ અંબાણીએ કહ્યું કે આસામના યુવાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ AI ને એક નવો અર્થ આપશે. જ્યાં AI નો અર્થ ફક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ નહીં પણ આસામ ઇન્ટેલિજન્સ પણ થશે.