Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મુંબઈ ભારત અને પાકિસ્તાન 309 દિવસ બાદ રવિવારે ફરી એકબીજા સામે રમશે. યુએઈમાં જ યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. પરંતુ ત્યારથી અત્યાર સુધી બંને ટીમમાં, ખાસ કરીને ભારત માટે ઘણી વસ્તુઓ બદલાઈ છે. ટીમની પાસે રોહિત તરીકે નવો કેપ્ટન અને નવો કોચિંગ સ્ટાફ છે. જ્યારે પાકિસ્તાન ટીમ પોતાના દિગ્ગજો વિના ઉતરશે. ભારત-પાક. સાથે ગ્રૂપ-એમાં હોંગકોંગ છે, જેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં યુએઈને 8 વિકેટે હરાવી એશિયા કપ માટે ક્વોલિફાઈ કર્યું. 2018 એશિયા કપમાં પણ આ ત્રણેય ટીમો ગ્રપ-એ અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ગ્રૂપ-બીમાં હતા. ભારતીય ટીમ એશિયા કપમાં 8 વર્ષ 5 મહિનાથી હારી નથી. તેણે ટૂર્નામેન્ટમાં છેલ્લે 2 માર્ચ 2014ના હારનો સામનો કર્યો હતો. ત્યારથી 11 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તે 2016 અને 2018માં વિજેતા બની હતી. ટીમ બીજીવાર જીતની હેટ્રિક ફટકારવાના ઈરાદે ઉતરશે. ભારત અને પાક.ની બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કેવી રહેશે.

ભારત ઘણા ખેલાડી ઘણા સમય બાદ કમબેક કરતા બેટિંગ લાઈન અપ મજબૂત જોવા મળી છે. રાહુલ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. કોહલી ખરાબ ફોર્મમાં છે, પંત આ ફોર્મેટમાં ટકી રહેવા સંઘર્ષ કરી રહ્યો છે, કાર્તિકની ફોર્મને જોતા પ્લેઈંગ-11માં તક મળી શકે. હાર્દિક-સૂર્યા સારા ફોર્મમાં છે.

પાકિસ્તાન અનુભવી મલિક અને હફિઝ વિના ટીમ નવા રુપમાં છે. બાબર- રિઝવાન ઈનિંગ્સનો પ્રારંભ મળશે, મિડલ ઓર્ડરને લાભ મળશે. ફખર, હૈદર, ઈફ્તિખારને સારી શરૂઆત મળે તેઓ મોટી ઈનિંગ્સ રમી શકે છે. ભારત કરતા અલગ તેમની પાસે ઓલરાઉન્ડ બેટિંગ લાઈન અપ છે.

શ્વિન ઓલરાઉન્ડર છે. ચહલ ઉપરાંત બિશ્નોઈ ઝડપી લેગ-બ્રેક નાંખવામાં માહેર છે. ઝડપી બોલિંગ યુનિટ થોડું નબળું છે. આવેશ દબાણમાં મોંઘો રહે છે. ભુવીની જેમ અર્શદીપ પણ ડાબોડી બોલર છે. બુમરાહની ખોટ પડી શકે છે.

પાકિસ્તાન: ટીમ પાસે ઝડપી બોલિંગમાં ઘણા વિકલ્પ છે. નસીમ, રઉફ અને શાહનવાઝ છે. શાહીન શાહ આફ્રિદીની ખોટ પડશે. પરંતુ અન્ય યુવા ફિટ અને ઝડપી છે. જોકે, પાકિસ્તાન પાસે ડાબોડી ઝડપી બોલર ના હોવાથી નુકસાન થશે. સ્પિનર્સમાં ઉસ્માન કાદિર, શાદાબ ખાન અને મો.નવાઝ છે.