વૈશ્વિક સ્તરે પડકારજનક માહોલ વચ્ચે દેશના મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સને કારણે જાગેલા આશાવાદથી પ્રભાવિત થઇને ભારતીય ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોનું કમબેક જોવા મળ્યું છે. વર્ષ 2023-24માં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ.2 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
ડિપોઝિટરીઝ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર FPIsએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય ઈક્વિટી માર્કેટમાં લગભગ રૂ. 2.08 લાખ કરોડ અને ડેટ માર્કેટમાં રૂ. 1.2 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. સામૂહિક રીતે મૂડી બજારમાં રૂ.3.4 લાખ કરોડનું રોકાણ કર્યું હોવાનું ડેટા સૂચવે છે.
પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે દેશના મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સની આસપાસના આશાવાદથી વિદેશી રોકાણકારોએ 2023-24માં ભારતીય ઈક્વિટીમાં રૂ.2 લાખ કરોડથી વધુ રોકાણ કરીને શેરબજારની તેજીને મજબૂત ટેકો આપ્યો હતો. આગામી નાણાવર્ષ માટે પ્રગતિશીલ નીતિ સુધારા, આર્થિક સ્થિરતા અને આકર્ષક રોકાણના માર્ગો દ્વારા સમર્થિત સતત FPI ના પ્રવાહની અપેક્ષા રાખે છે.