શેક્સપિયરનું કહેવું છે કે નામમાં શું રાખ્યું છે? જેને આપણે ગુલાબ કહીએ છીએ, કોઇ બીજુ નામ હશે તો પણ એટલી જ સુગંધ આવશે. પરંતુ અનેક મામલે આ વાત ફિટ બેસતી નથી. અનેકવાર માત્ર નામને કારણે જ અનેક પ્રોડક્ટ હિટ થઇ જાય છે અને નામને જ કારણે અનેક પ્રોડક્ટ માર્કેટમાંથી બહાર થઇ જાય છે. કારના મામલે પણ એવું જ છે. તેના મૉડલોના નામ રાખવા માટે કંપનીઓ ખૂબ જ મહેનત કરે છે. પરંતુ અનેકવાર કોઇ મોટી ભૂલ ભારે પડે છે અને સારી એવી પ્રોડક્ટ પણ માર્કેટમાં નિષ્ફળ જાય છે.
ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અનુસાર, કારનું નામ રાખવું એ કોઇ બાળકનું નામકરણ કરવા જેવું જ છે અને તેનું અર્થપૂર્ણ હોવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેને હળવાશમાં ન લેવું જોઇએ. જેમ ઇલૉન મસ્કે ટેસ્લા કારના નામ મૉડલ એક્સ, મૉડલ એક્સ-વાઇ રાખીને એક અલગ જ પહેલ કરી. ત્યારબાદ મસ્કે પોતાની નવી સીરિઝમાં એસઇએક્સવાઇ સ્પેલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૉડલ ઇનો ટ્રેડમાર્ક ફોર્ડ કાર કંપની પાસે હોવાથી તેમની આ નવી યોજના નિષ્ફળ નિવડી હતી. ઇલેક્ટ્રિક કારના નામ તો વધુ અજીબોગરીબ છે. ટોયોટાએ 2022માં બીજેડ4એક્સ નામની ઇવી કાર લૉન્ચ કરી હતી.
મર્સીડિઝના મૉડલોમાં ઇક્યૂએસ, ઇક્યૂઇ, ઇક્યૂબી અને ઇક્યૂઇ જેવા શબ્દો જોડાયેલા છે. કારના બિઝનેસમાં કોઇની ભાવનાને ઠેંસ પહોંચાડે અથવા રોષ વધારે તેવા નામ પણ સામાન્ય છે. મુખ્યત્વે કોઇ એક ભાષામાં સારું લાગતું કોઇ નામ કોઇ અન્ય ભાષામાં અશ્લીલ હોય શકે છે. અર્થાત્ શેવરલેના નોવાનો સ્પેનિશમાં અર્થ ‘ન જવું’ હોય છે, જ્યારે માજ્દા લાપુટાનો અનુવાદ “રૂપલલના” થાય છે.