દેશમાં હાઉસહોલ્ડ ડેટ એટલે કે સ્થાનિક દેવું ડિસેમ્બર 2023 સુધી જીડીપીના 40.1% સુધી પહોંચી ગયું છે. 294 લાખ કરોડ રૂપિયાની અનુમાનિત જીડીપીના હિસાબથી સામાન્ય લોકો પર અંદાજે 121 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ અનુસાર, ડિસેમ્બર 2021માં તે 39.1% હતું, જે ડિસેમ્બર 2022માં ઘટીને 35.5%ના સ્તરે આવી ગયું છે. એટલે કે ત્રણ વર્ષમાં સ્થાનિક દેવું 4.6% વધ્યું છે. બેન્કના આંકડા અનુસાર સ્થાનિક દેવામાં અનસિક્યોર્ડ લોન (જેમ કે પર્સનલ લોન) સૌથી ઝડપી ગતિએ વધી રહી છે. ત્યારબાદ સિક્યોર્ડ લોન, એગ્રીકલ્ચર લોન અને કમર્શિયલ લોન સામેલ છે.
ઘરેલુ બચત ઘટીને 5%ના રેકોર્ડ નીચલા સ્તરે
મોતીલાલ ઓસવાલના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023 સુધી ઘરેલુ બચત પણ 5%ના રેકોર્ડ નીચલા સ્તરે રહી છે. લોકોની આવકમાં ધીમી ગતિએ વધારો, વપરાશમાં વૃદ્ધિ અને ફિઝિકલ સેવિંગ (શેર્સ, પ્રોપર્ટી જેવી ખરીદી) વધવી તેનું સૌથી મોટું કારણ છે.