Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નેશનલ સ્ટોક એક્સચેન્જે બુધવારે ચાર નવા ઇન્ડેક્સ લૉન્ચ કર્યા હતા. આગામી સપ્તાહે સોમવારથી તેમાં ટ્રેડિંગ કરી શકાશે. નવા ઇન્ડેક્સમાં નિફ્ટી તાતા ગ્રુપ 25% કેપ સામેલ છે. એક્સચેન્જ અનુસાર આ ઇન્ડેક્સ કેશ અને વાયદા બંને માટે હશે.

આગામી સપ્તાહે શરૂ થનારા આ ઇન્ડેક્સમાં લાર્જ કેપ, મિડકેપ અને સ્મૉલકેપના ચુનંદા સ્ટૉક્સના પ્રદર્શનને ટ્રેક કરાશે. કુલ 75 કંપનીઓ સામેલ છે. તેમાં ટૉપ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું વેઇટેજ 9.96%, સન ફાર્મા અને તાતા મોટર્સનું વેઇટેજ એક-સમાન 4.88% છે.

આ ઇન્ડેક્સની મદદથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ચુનંદા લાર્જકેપ, મિડકેપ અને સ્મૉલકેપ કંપનીઓના સ્ટૉકને સામેલ કરવામાં આવશે. ઇન્ડેક્સમાં કુલ 75 કંપનીઓ સામેલ હશે. આ દરેક કંપનીઓ નિફ્ટી 500નો હિસ્સો હશે. આ ઇન્ડેક્સમાં એલએન્ડટી, રિલાયન્સ ભારતી એરટેલ જેવી કંપનીઓ સામેલ છે.

સેક્ટરથી જોડાયેલા મધ્યમ-નાના સ્ટૉક્સનું પ્રદર્શન નોંધવામાં આવશે. આ ઇન્ડેક્સમાં 30 સ્ટૉક સામેલ કરાયા છે. ઇન્ડેક્સમાં સામલે ટૉપ કંપનીઓમાં મેક્સ હેલ્થકેરનું વેઇટેજ 14.26%, લ્યૂપિનનું 9.19% વેઇટેજ અને અરબિંદો ફાર્માનું વેઇટેજ 7.21% છે.