ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અલ-ક્લાસિકો ચેન્નઈ સુપર કિંગ્સે 20 રને જીતી હતી. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. ટીમના ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માએ સદી ફટકારી હતી પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. રોહિતે 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા.
CSK તરફથી મથિશ પથિરાનાએ 4 વિકેટ લીધી, તેણે મહત્વપૂર્ણ પ્રસંગોએ 4 મોટી વિકેટ લઈને ટીમને મેચમાં કમબેક કરાવ્યું અને મેચ પણ જીતી. ટીમ તરફથી એમએસ ધોનીએ પણ છેલ્લા 4 બોલમાં 3 સિક્સર ફટકારીને અણનમ 20 રન બનાવ્યા હતા.
IPLમાં MI અને CSK વચ્ચેની મેચને 'El-Clásico' કહેવામાં આવે છે. બંને ટીમ વચ્ચે ઐતિહાસિક ટક્કર છે, બંનેએ 5-5 ટાઇટલ જીત્યા છે. ખાસ વાત એ છે કે 2010માં CSKએ ફાઈનલમાં MIને હરાવીને જ પોતાનો ખિતાબ જીત્યો હતો. જ્યારે MIએ તેના 5માંથી 3 ટાઇટલ માત્ર CSKને હરાવીને જીત્યા છે.