Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ આજે એડિલેડમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની 5માંથી 4 મેચ જીતીને નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી લીધી છે.

પાકિસ્તાનની ટીમ બુધવારે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા પાસે મેલબોર્નમાં રમાનારી ફાઈનલની ટિકિટ મેળવવાની તક છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ આ ટૂર્નામેન્ટ દરમિયાન રોહિત સાથે પ્રવાસ કરી રહી છે. ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ પણ સ્ટેડિયમમાં જ જોવા મળશે. રોહિતના પિતા ગુરુનાથ શર્મા અને માતા પૂર્ણિમા શર્મા મુંબઈમાં તેમના ઘરે આ મેચનો આનંદ માણશે.

T20ના ICC રેન્કિંગમાં ટોચ પર રહેલા મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવના પિતા અશોક યાદવે વાતચીતમાં જણાવ્યું કે તે અને સુર્યાની માતા સ્વપ્ના ઘરે મેચની મજા માણશે. અશોક ભાભા ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયર છે અને મુંબઈમાં રહે છે. તેમણે કહ્યું- અમે ઘરઆંગણે જ મેચ જોઈશું. સૂર્યાકુમારની પત્ની દેવીશા હાલમાં સુર્યા સાથે ઓસ્ટ્રેલિયામાં છે. તે સુર્યા સાથે પ્રવાસ કરી રહી હતી અને ત્યાં જ સેમિફાઇનલ પણ જોશે.

ટીમ ઈન્ડિયાના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના પિતા દર્શન સિંહ અને માતા બલજીત કૌર ઓસ્ટ્રેલિયાના એડિલેડ પહોંચી ગયા છે અને અહીં જ તેઓ સેમીફાઈનલ જોશે. જોકે, સેમી પહેલા બંને ચંદીગઢમાં જ મેચ જોઈ રહ્યા હતા. જો કે ટીમ સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ બંને ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા હતા.T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી લગભગ દરેક મેચમાં અર્શદીપનું પ્રદર્શન સારું રહ્યું છે. હવે તેના માતા-પિતા તેને તેમની નજર સામે રમતા જોવા માંગે છે.