Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં શાકભાજી, બટાકા, ડુંગળી અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાને કારણે માર્ચ દરમિયાન જથ્થાબંધ ફુગાવો આંશિક વધીને 0.53% સાથે ત્રણ મહિનાના સર્વાધિક સ્તરે નોંધાયો હતો. જે ગત મહિના દરમિયાન 0.20% રહ્યો હતો. WPI આધારિત ફુગાવો એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન નેગેટિવ ઝોનમાં રહ્યો હતો અને નવેમ્બર દરમિયાન 0.26% સાથે તે વધ્યો હતો. માર્ચ 2023 દરમિયાન ફુગાવો 1.41%ના સ્તરે હતો.


વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર ખાદ્ય ફુગાવો વધીને 6.88% રહ્યો હતો જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 5.42% રહ્યો હતો. શાકભાજીમાં મોંઘવારી દર 19.52% હતો, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન -2.39% હતો. જ્યારે બટાકામાં સૌથી વધુ મોંઘવારી નોંધાઇ હતી. તેમાં 52.96%નો મોંઘવારી દર નોંધાયો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 25.59% હતો. જ્યારે ડુંગળીમાં તે 56.99% હતો, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન -36.83% હતો. જ્યારે ખાદ્ય ફુગાવો માર્ચ 2024 દરમિયાન 4.6% સાથે ત્રણ મહિનાના સર્વાધિક સ્તરે રહ્યો હતો.

ખાદ્ય ફુગાવામાં વધારાનું કારણ અનાજનો ફુગાવો હતો જે 9% સાથે 12 મહિનાના સર્વાધિક સ્તરે હતો. જ્યારે કઠોળ તેમજ શાકભાજીમાં ફુગાવો માર્ચમાંઅનુક્રમે 17.2% અને 19.5%ના સ્તરે રહ્યો હતો.