Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જ્યારે ક્રિકેટમાં વર્ચસ્વની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ આવે... ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાની વુમન્સ ક્રિકેટ ટીમ મેન્સ ટીમ કરતા એક કદમ આગળ છે. વુમન્સ ટીમ T20 વર્લ્ડ કપના 7માંથી 5 ટાઇટલ જીત્યા છે. 10 ફેબ્રુઆરીથી સાઉથ આફ્રિકામાં ફરી એકવાર T20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા 2020 વર્લ્ડ કપમાં રનર્સઅપ રહી હતી. ત્યારે ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્ટોરીમાં T20 વર્લ્ડ કપની શ્રેષ્ઠ ટીમ ઓસ્ટ્રેલિયા અને તમામ 10 ટીમ, ટીમના શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર અને શ્રેષ્ઠ ખેલાડીઓનું ઓવરઓલ વર્લ્ડ કપમાં પ્રદર્શન વિશે જાણીશું.

17 દિવસમાં 23 મેચ રમાશે
આ વખતે T20 વર્લ્ડ કપની 8મી આવૃત્તિ દક્ષિણ આફ્રિકામાં રમાશે. 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટૂર્નામેન્ટ 17 દિવસ સુધી ચાલશે. 10 ટીમને પાંચના બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ અને આયરલેન્ડ સાથે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથે ગ્રુપ-1માં છે.

10 ટીમ વચ્ચે 20 ગ્રુપ મેચ રમાશે. બંને ગ્રુપની ટોપ-2 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. 23 અને 24 ફેબ્રુઆરીએ બંને સેમિફાઈનલ અને 26 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ફાઈનલ રમાશે. તમામ નોકઆઉટ મેચ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ સ્ટેજની કેટલીક મેચ સાંજે 6.30 વાગ્યાથી અને કેટલીક રાત્રે 10:30 વાગ્યાથી રમાશે.