Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત હાઈકોર્ટે પોક્સો એક્ટમાં જેલવાસ ભોગવતા આરોપીની અરજી ફગાવી દીધી છે. આરોપીએ 17 વર્ષથી વધુ વયની સાવકી બહેન પર પાંચેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જેથી તેના પિતાએ ફરિયાદ કરી હતી. રાજકોટની કોર્ટે બે વખત આરોપીના જામીન ફગાવી દીધા હતા. ત્યારબાદ તે ગુજરાત હાઇકોર્ટમાં FIR રદ કરવાની અરજી સાથે પહોંચ્યો હતો.

આરોપીના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવ્યા હતા
વર્ષ 2023માં 23 વર્ષીય આરોપી સામે રાજકોટના પોલીસ મથકે IPC 376(2)(n), 323 અને પોક્સો એકટની કલમ 6 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી 31 જુલાઈથી જેલમાં છે. કેસને વિગતે જોતા આરોપીના માતા-પિતા ઘૂંટણનું ઓપરેશન કરાવવા બહારગામ ગયા હતા. ત્યારે આરોપીએ એકલતાનો લાભ લઈને તેની 17 વર્ષથી વધુની ઉંમરની પરંતુ સગીર સાવકી બહેન સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ જબરજસ્તી કરી હોવાનું સગીરાનું નિવેદન
પીડિતાને જ્યારે તેના દાદા તેડી ગયા ત્યારે તેણીએ સઘળી હકીકત જણાવી હતી. પીડિતાના પિતાએ જ આરોપી સામે ફરિયાદ કરી હતી. પોલીસ અને ડોક્ટર સમક્ષ પીડિતાએ એક સરખું નિવેદન આપ્યું હતું. જેમાં તેની સાથે આરોપીએ જબરદસ્તી કરી હોવાનું જણાવ્યું હતું. આરોપી સામે મેડિકલ પુરાવા પણ મળી આવ્યા હતા.