કહે છે સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મનનો વિકાસ થાય છે. બાળકો અને કિશોરો પર આ વાત વધુ લાગુ પડે છે. જામા પીડિયાટ્રિક્સમાં છપાયેલા સંશોધન રિપોર્ટમાં જાણવા મળ્યું કે શારીરિક રીતે સ્વસ્થ બાળકો માનસિક રીતે વધુ મજબૂત હોય છે. આવાં બાળકો અને કિશોરોને એન્ગઝાઇટી અને ડિપ્રેશનનું જોખમ ઘણું ઓછું હોય છે.
માટે જ નિષ્ણાતોની સલાહ છે કે બાળકો ભાગ દોડવાળી રમતો રમે અને વ્યાયામ કરે. તેમાં તે ચિંતા અને નિરાશાથી દૂર રહેશે. સાથે જ તે કોઈ કામમાં લાંબા સમય સુધી ધ્યાન ધરી શકે છે. તેને ધ્યાન કરવામાં કોઈ જાતની મુશ્કેલી નથી થતી. સંશોધનમાં જાણવા મળ્યું કે આવી રમતો કે જેનાથી શ્વાસ ચઢે, રમવાથી દિલ અને માંસપેશીઓ વધુ મજબૂત બને છે. જોકે છોકરીઓ અને છોકરાઓ પર તેનો પ્રભાવ અલગ-અલગ પડે છે. જ્યાં શારીરિક ગતિવિધિઓ વધવાથી છોકરીઓમાં એન્ગઝાઇટી, ડિપ્રેશન અને એડીએચડીની આશંકા ઘટી જાય છે ત્યારે છોકરાઓમાં એન્ગઝાઇટીની સાથે-સાથે કોઈ પ્રકારની મનોવિકૃતિની આશંકા ઘટી જાય છે.
અમેરિકામાં સર્જન જનરલ ડોક્ટર વિવેક એચ. મૂર્તિએ જણાવ્યું કે અમેરિકામાં 2001થી 2019ના ગાળા સુધી 10થી 19 વર્ષનાં બાળકો અને કિશોરો વચ્ચે આત્મહત્યાના કેસ 40% વધી ગયા અને પોતાને નુકસાન પહોંચાડવાના કેસ 88% વધ્યા. પહેલાં તેને સોશિયલ મીડિયાનો પ્રભાવ માનવામાં આવ્યો.