Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત વર્ષે દૂકાળ અને સામાન્યથી વધુ ગરમીને કારણે વિશ્વભરમાં બટાકાનું ઉત્પાદન ઘટ્યું હતું. તેને કારણે ખાદ્યપદાર્થોનો વપરાશ વધ્યો હતો અને તેની કિંમતમાં પણ વધારો થયો હતો, જે પહેલા કરતાં પણ મોંઘા થઇ રહ્યા હતા. જો ગરમીને કારણે વધતી મોંઘવારીને હીટફ્લેશન કહેવામાં આવે તો વરસાદને કારણે કિંમત વધવાને સોગફ્લેશન કહી શકાય છે.


આ વર્ષે આ પ્રકારની સ્થિતિ બની રહી છે. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટ અનુસાર યુરોપમાં જ્યાં અનેક વિસ્તારોમાં ખૂબ જ ગરમી વાળા દિવસોની સંખ્યા વધી છે, જ્યારે અનેક સ્થળોએ ભારે વરસાદ પણ થયો છે. ખંડમાં કેટલાક દિવસમાં 1991 થી 2020 સુધીના 30 વર્ષોની સરેરાશથી 7% વધુ વરસાદ થયો છે.

તેને કારણે 16 લાખ લોકો પૂરની ચપેટમાં આવી ગયા છે. તેની સૌથી વધુ પ્રતિકૂળ અસર વિશ્વમાં ત્રીજા સૌથી વધુ વપરાશ વાળા પાક બટાકા પર થયો હતો. ગત શરદ ઋતુ દરમિયાન, ખરાબ હવામાનને કારણે યુરોપમાં માત્ર ત્રણ સપ્તાહ બાદ ખેતરમાંથી બટાકા કાઢવાનું કામ રોકવું પડ્યું હતું કારણ કે માટી ભીની થઇ ગઇ હતી. તેને કારણે અંદાજે 6.50 લાખ ટન બટાકા માર્કેટમાં આવી શક્યા ન હતા.

પરિણામે આ વર્ષે બટાકાના બીજની સપ્લાય 20% ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્કેટમાં, બટાકાંનો સ્ટોક ઓછો છે. પેકર્સ અને પ્રોસેસર્સ જેવા મોટા ખરીદદારો વચ્ચે તેને ખરીદવા માટે હોડ જોવા મળી રહી છે. આ હરીફાઇને કારણે પણ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે.

યુરોપમાં સૌથી વધુ બટાકાં ઉગાડતા અને પ્રોસેસિંગ કરતા નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ સૌથી વધુ પ્રભાવિત થયા છે. એપ્રિલમાં નેધરલેન્ડ્સમાં બટાકાનો જથ્થાબંધ ભાવ રેકોર્ડ $397(અંદાજે 33 હજાર રૂપિયા) પ્રતિ ટન સુધી પહોંચી ગયો. ઇંગ્લિશ વાઇટ પોટેટોની કિંમત એક વર્ષ પહેલાની તુલનાએ 81% વધી ગઇ છે.