Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ કોરિયાથી તાઈવાન જઈ રહેલી બોઈંગ ફ્લાઈટ KE189 ટેકઓફના થોડા સમય બાદ અચાનક 26,900 ફૂટ નીચે ઉતરી ગઈ હતી, ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાં દુખાવો થયો હતો. આ પછી, ફ્લાઇટના ક્રૂ મેમ્બરોએ મુસાફરોને ઓક્સિજન માસ્ક પહેરવાનું કહ્યું ulgx.


બ્રિટિશ મીડિયા હાઉસ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટે દક્ષિણ કોરિયાના ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટથી શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4.45 કલાકે ઉડાન ભરી હતી. ફ્લાઈટની માત્ર 50 મિનિટમાં જ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

જેના કારણે ફ્લાઈટ 15 મિનિટમાં જ 26,900 ફૂટ નીચે ઉતરી ગઈ હતી. તે સમયે તે દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ ઉપર હતું. ત્યારબાદ પ્લેનની પ્રેશર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીનો સંકેત મળ્યો, ત્યારબાદ ફ્લાઈટ ટેકઓફ લોકેશન ઈંચિયોન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ.