અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ગયા વર્ષે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સામે ગંભીર આરોપો મૂકતો અહેવાલ બહાર પાડ્યો હતો, જ્યારે આ વર્ષે પણ તેણે અદાણીનો સમાવેશ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું છે. હિંડનબર્ગે તેમના નવા રિપોર્ટમાં અદાણી જૂથ અને સેબીના વડા માધાવી બુચ વચ્ચેના સંબંધોનો દાવો જાહેર કરતા આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મેળવેલા દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના ચેરમેન ઓફશોર એન્ટિટીમાં સામેલ હતા જેનો ઉપયોગ અદાણી મની સિફનિંગ કૌભાંડમાં થયો હતો. હવે આ મામલે અદાણી ગ્રુપ દ્વારા પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે.
બુચ દંપતીએ શનિવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને આ આરોપોને નકારી કાઢ્યા હતા. પીટીઆઈને ટાંકીને તેમણે કહ્યું કે અમે આ રિપોર્ટમાં કરવામાં આવેલા પાયાવિહોણા દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. આમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને અમારી આર્થિક બાબતો ખુલ્લા પુસ્તક સમાન છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં, અમે સેબીને તમામ માહિતી પૂરી પાડી છે.