IPL-2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું છે. દિલ્હીની જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ જીત સાથે દિલ્હી 14 પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને આવી ગયું છે. કેપિટલ્સ પાસે 14 પોઈન્ટ છે. જ્યારે લખનઉ 12 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે. લખનઉને આગામી મેચ જીતવી જ પડશે.
લખનઉએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીએ હોમ ગ્રાઉન્ડ પર 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. અક્ષર, કુલદીપ, મુકેશ અને ટ્રિસ્ટન સ્ટબ્સે એક-એક વિકેટ લીધી હતી. LSG તરફથી નિકોલસ પૂરને 61 રનની ઇનિંગ રમી હતી. અરશદ ખાને અણનમ 58 રન બનાવ્યા હતા.
DC તરફથી અભિષેક પોરેલે 33 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. શાઈ હોપે 38 રન અને કેપ્ટન રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. નવીન-ઉલ-હકે 2 વિકેટ લીધી હતી. અરશદ ખાન અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.