ભારતીય હોકી ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક સિંહને 2025નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળશે. હાર્દિક એકમાત્ર ખેલાડી છે, જેના નામ માટે પસંદગી સમિતિએ ભલામણ કરી છે.
27 વર્ષીય હાર્દિક સિંહ ટોક્યો 2021 અને પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. તેણે આ વર્ષે આયોજિત એશિયા કપમાં ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બુધવારે પસંદગી સમિતિની બેઠકમાં અર્જુન પુરસ્કાર માટે નામોની ભલામણ કરવામાં આવી. તેમાં IOAના ઉપાધ્યક્ષ ગગન નારંગ, પૂર્વ બેડમિન્ટન ખેલાડી અપર્ણા પોપટ અને પૂર્વ હોકી ખેલાડી એમએમ સોમૈયા સામેલ હતા.
સમિતિએ ચેસ ખેલાડી દિવ્યા દેશમુખ અને ડેકાથલોન એથ્લીટ તેજસ્વિન શંકર સહિત 24 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કર્યા છે. આ વખતે ખેલ પુરસ્કારોની યાદીમાં કોઈ ક્રિકેટરનું નામ નથી.