દોઢ કલાક ચાલેલી બેઠકમાં 19 પક્ષોના 33 નેતાઓએ ભાગ લીધો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'ફાસીવાદી શક્તિઓ સામે લડાઈ ચાલુ રહેશે, અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈશું જ્યારે એવું જણાશે કે ભાજપ સરકાર લોકોની ઈચ્છા પ્રમાણે યોગ્ય પગલાં નથી લઈ રહી.'
તેમણે કહ્યું કે અમારા ગઠબંધનને જબરદસ્ત સમર્થન મળ્યું છે. ભાજપ સરકારની નીતિઓ સામે લોકોએ જનાદેશ આપ્યો છે.
I.N.D.I.A.ને લોકસભા ચૂંટણીમાં 234 બેઠકો મળી હતી. ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સાંસદોના સમર્થનની જરૂર છે. બેઠક પહેલા મહાગઠબંધનના ઘણા નેતાઓ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે વાતચીતની વાત કરતા રહ્યા. ચંદ્રાબાબુની ટીડીપીને 16 અને નીતીશની જેડીયુને 12 બેઠકો મળી છે.