શેરબજારનો કારોબાર મંગળવારે વેચવાલી સાથે સમાપ્ત થયો હતો. શેરબજારના સેન્સેક્સ 34 પોઈન્ટની ઘટાળા સાથે 76467ના સ્તર પર બંધ થયો હતો ,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 66 પોઈન્ટની ઉછાળા સાથે 23312ના સ્તર પર બંધ થયો હતો,જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 03 પોઈન્ટની ઉછાળા સાથે 49735ના સ્તર પર બંધ થયો હતો.શેરબજારમાં નિફ્ટી બેન્ક, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ હતી જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.પીએસયુ કંપનીઓના શેરમાં સારો ઉછાળો નોંધાયો હતો.
પાછલા સપ્તાહ અને કાલ રોજની ઐતિહાસિક તેજી બાદ ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં તેમ જ ફાઈનાન્સ શેરોમાં વેચવાલીએ બજાર ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે નરમાઈ તરફી થઈ ગયું હતું.રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. યુરોપીયન સંસદીય ચૂંટણીમાં ફ્રાંસ મામલે રાજકીય હલચલને લઈ યુરોપના બજારો પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઈના કારણે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવાઈ હતી.વૈશ્વિક બજારોમાં નરમાઈના પરિણામે ઉછાળે સાવચેતી સાથે તેજીનો વેપાર હળવો થતાં અંતે વિક્રમી તેજીને બ્રેક લાગી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, વ્યાપક ખરીદી કરતાં રહેતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશના વિવિધ મહાનગરોમાં પ્રોપર્ટીની માંગમાં વૃદ્વિ સાથે ફંડોએ સતત ખરીદી કરી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી તેજીમાં આવી ગયા હોય એમ મોટાપાયે ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ જોવા માળિયું હતુ.