Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે 5 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. સરવેમાં રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન કરતાં આગળ છે. ઘણાનું માનવું છે કે ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે અને જો તેઓ ફરીથી સત્તામાં આવશે તો તેઓ અમેરિકન લોકશાહીને નષ્ટ કરવામાં કોઈ કસર છોડશે નહીં.


ત્યારે 80થી વધુ સંસ્થાએ ટ્રમ્પનો સામનો કરવા અને અમેરિકન લોકશાહી માટે રક્ષા કવચ તૈયાર કરવા માટે કામ શરૂ કર્યું છે. તેમાં ઘણા અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને દેખરેખ જૂથો ઉપરાંત ઘણા પૂર્વ રિપબ્લિકન નેતાઓ પણ સામેલ છે. તેઓ માને છે કે જો ટ્રમ્પ ફરીથી સત્તામાં આવશે તો દેશ માટે ખતરો હશે. ટ્રમ્પનો સામનો કરવાની તૈયારી કરી રહેલી એક સંસ્થાએ સામૂહિક દેશનિકાલ સહિતના ટ્રમ્પના ઘણા નિર્ણયોને કોર્ટમાં પડકારવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

પ્રોટેક્ટ ડેમોક્રસી સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈયાન બાસિને કહ્યું કે જો ટ્રમ્પ જીતશે તો તેઓ ખુલ્લેઆમ કટ્ટરપંથી નિર્ણયો લેશે. ટ્રમ્પ પોતાના વિરોધીઓ પર બદલો લેવા માટે ન્યાય વિભાગનો ઉપયોગ કરશે. ડેમોક્રેટ શાસિત શહેરોમાં કેન્દ્રીય દળો તહેનાત કરશે. ગેરકાયદેસર વસાહતીઓને તેમના દેશમાં પાછા મોકલવા માટે મોટા પાયે દેશનિકાલ અભિયાન ચલાવવામાં આવશે. ઘૂસણખોરો માટે વિશાળ ડિટેન્શન કેમ્પ બનાવાશે. સરકારી કર્મચારીઓને બરતરફ કરવાની અને તેમના સ્થાને તેમના વિશ્વાસુ લોકોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરશે જેથી ધંધાદારીઓની સત્તાનું વિસ્તરણ અને સેન્ટ્રલાઈઝ કરી શકે. લોકશાહી પર નજર રાખતી સંસ્થા યુનાઈટેડ સ્ટેટ્સ ડેમોક્રેસી સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ જોઆના લિડગેટનું કહેવું છે કે જો તેમને આગામી કાર્યકાળ મળશે તો અમેરિકન સિસ્ટમની કસોટી થશે.