ICC T-20 વર્લ્ડ કપ 2024માં સુપર-8ની છઠ્ઠી મેચ આજે બે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા વચ્ચે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમ પહેલીવાર T-20 ઈન્ટરનેશનલ મેચમાં સામસામે રમી રહી છે.
અમેરિકાની છઠ્ઠી વિકેટ 14મી ઓવરમાં પડી હતી. રોસ્ટન ચેઝે હરમીત સિંહને આઉટ કર્યો હતો. આ પહેલાં, સ્ટીવન ટેલર 2 રન, નીતિશ કુમાર 20, એન્ડ્રીસ ગૌસ 29 અને કોરી એન્ડરસન 7 રન બનાવીને આઉટ થયા હતા.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. અમેરિકા પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે. જોકે, વિન્ડીઝ અમેરિકાને સહેજ પણ હળવાશથી લેશે નહીં, કારણ કે અમેરિકાએ ગ્રૂપ સ્ટેજમાં પાકિસ્તાન જેવી મોટી ટીમને હરાવીને અપસેટ સર્જ્યો હતો.