રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 55 વખત એરસ્ટ્રાઈક કરી છે. જેમાં 11 લોકોના મોત થયા છે અને 43થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન સમાચાર એજન્સી RIA મુજબ, રશિયન સેનાએ યુક્રેનના અલગ-અલગ સ્થળો પર 6 રોકેટ અને 70થી વધુ ગ્લાઈડ બોમ્બથી હુમલો કર્યો છે.
યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન સેના આખી રાત વચ્ચે-વચ્ચે હુમલાઓ કરી રહી હતી. તેઓએ ઉત્તરી યુક્રેનમાં પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો, જેનાથી 1 લાખથી વધુ લોકો લાઈટ વગર રહેવા મજબુર બન્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન હુમલાઓ વચ્ચે લાઈટને ફરીથી ચાલુ કરવી મુશ્કેલ બની રહી છે. રશિયન સૈનિકો ડ્રોન વડે પાણીની ટાંકીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. યુક્રેનની સેનાએ કહ્યું કે તેમણે 27માંથી 24 રશિયન ડ્રોન તોડી પાડ્યા છે. દેશમાં સૌથી વધુ નુકસાન પૂર્વીય વિસ્તારોમાં થયું છે.