દેશના ટોચના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં ગુજરાતમાં ઝડપી ગ્રોથ રહ્યો છે આ ઉપરાંત મોટાભાગના સેક્ટરમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે જેનો સીધો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી રહ્યો છે. ડિજિટલ રિયલ એસ્ટેટ બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગર.com નો ત્રિમાસિક અહેવાલ દર્શાવે છે કે નવા પ્રોજેક્ટ લોન્ચિંગમાં અમદાવાદમાં 110 ટકાનો મજબૂત ગ્રોથ બીજા ત્રિમાસીક ગાળા દરમિયાન જોવા મળ્યો છે. જોકે, વેચાણમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.
દેશના ટોચના કુલ શહેરોમાં નવા પુરવઠામાં ઘટાડા સાથે વેચાણ પણ સરેરાશ 6 ટકા સુધી ઘટ્યું છે. રિયલ ઈનસાઈટ રેસિડેન્શિયલ એપ્રિલ-જૂન 2024 ત્રિમાસિક અહેવાલમાં 2024 ના બીજા ક્વાર્ટરમાં કુલ 113,768 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે અગાઉના ક્વાર્ટરમાં 1,20,642 યુનિટ હતું. બેંગલુરુ 30% ની વૃદ્ધિ અને દિલ્હી-NCR 10% ની વૃદ્ધિ સિવાય તમામ શહેરોમાં વેચાણમાં ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામો પહેલા વેઇટ વેટ-એન્ડ-વોચની વ્યૂહરચના અપનાવીને, ઘર ખરીદનારાઓએ ક્વાર્ટર દરમિયાન રિયલ એસ્ટેટ રોકાણ યોજનાઓ મુલતવી રાખી હતી. REA ઈન્ડિયા ગ્રુપના સીએફઓ અને પ્રોપટાઇગરના બિઝનેસ હેડ મિ. વિકાસ વધાવને જણાવ્યું કે આગામી કેન્દ્રીય બજેટમાં નીતિગત ફેરફારોની રાહ જોતા, 2027-28 સુધીમાં ભારત માટે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો માર્ગ મોકળો કરશે. આગળ જતા વેચાણ વધી શકે છે.
103,020 યુનિટ્સ તુલનાએ એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન નવો પુરવઠો 1% ઘટીને 101,677 યુનિટ્સ થયો હતો, પુરવઠામાં સૌથી વધુ ઘટાડો હૈદરાબાદ (58%) માં નોંધાયો હતો, કોલકાતા (49%) માં નોંધાયો હતો. જ્યારે બાકીના શહેરોમાં વધારો જોવા મળ્યો હતો.