Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે પ્રથમ વિજય હાંસલ કર્યો છે. ટીમે સોમવારે શ્રીલંકાની ટીમને 3 વિકેટથી હરાવ્યું હતું.

દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશે 280 રનનો ટાર્ગેટ 41.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

કેપ્ટન શાકિબ અલ હસને 82 રન અને નઝમુલ હસન શાંતોએ 90 રનની અડધી સદી ફટકારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 169 રનની ભાગીદારી કરી હતી.

દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચરિથ અસલંકાએ 108 રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. ઓપનર પથુમ નિસાંકા અને સદિરા સમરવિક્રમાએ 41-41 રન બનાવ્યા હતા. એન્જેલો મેથ્યુઝનો ટાઇમ આઉટ થયો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમઆઉટ થનાર પ્રથમ બેટર બન્યો છે.

બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન સાકિબે 3 વિકેટ ઝડપી હતી. શોરીફુલ ઈસ્લામ અને કેપ્ટન શાકિબ અલ હસને 2-2 વિકેટ લીધી હતી.