વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુંબઈમાં નેવીના ડૉકયાર્ડમાં બે વૉરશિપ આઇએનએસ સુરત, આઇએનએસ નિલગીરી અને એક સબમરીન આઇએનએસ વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. યુદ્ધ જહાજને સુરતનું નામ આપવા પાછળ કારણ સુરત શહેરનો ઐતિહાસિક દરિયાઈ વેપાર છે. સદીઓ પહેલા સુરત દેશના દરિયાઈ વેપાર માટે એટલું પ્રસિદ્ધ હતું કે, અહીંના દરિયામાં 84 બંદરના વાવટા ફરકતા હતા.સુરત દરિયાઈ વેપાર સાથે જહાજ બનાવટનો ઇતિહાસ પણ ધરાવે છે. 16મી અને 18મી સદીમાં સુરત શહેરના દરિયા કિનારા પર તૈયાર થનારા જાહાજો 100 વર્ષથી વધારા લાંબા આયુષ્યો માટે જાણીતા હતા. તે સમયે બ્લોક નિર્માણ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. આ જ પદ્ધતિથી આઇએનએસ સુરત તૈયાર થયું છે. આમ સુરતના અભૂતપૂર્વ ફાળાને બીરદાવવા ભારતીય નૌકાદળના યુદ્ધજહાજને આઇ એનએસ-સુરત નામ આપવામાં આવ્યું છે.
બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ: આ મિસાઇલ 450 કિમીથી વધુ રેન્જ સુધીના શત્રુના લક્ષ્ય પર ત્રાટકી શકે છે.
મિડ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (MRSAM): હવામાં ઊડતા વિમાનો, ડ્રોન અને મિસાઇલની સામે રક્ષણ આપે છે.
ટોર્પેડો સિસ્ટમ: સબમરીનના હુમલાઓને રોકવા માટે ટોર્પેડો ટ્યુબ્સથી સજ્જ છે.
એન્ટી-સબમરીન વોરફેર: હેલિકોપ્ટર પ્લેટફોર્મ અને સોલાર સિસ્ટમ સાથે સબમરીન શોધવા અને તેને ખતમ કરવા માટે બનાવવામાં આવ્યું છે.