અમેરિકન બજારોમાં 4% સુધીના ઘટાડાની અસર ભારતીય બજારો પર આજે એટલે કે મંગળવાર (11 માર્ચ) જોવા મળી ન હતી. સેન્સેક્સ 12 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 74,102ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 37 પોઈન્ટ ઉછળ્યો હતો. 22,497 પર બંધ થયો હતો.
સવારે સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 73,663ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટ ગગડ્યો ગયો. ઈન્ડસઈન્ડ બેંકના શેર 27.06% તૂટ્યા હતા. તે રૂ.243 ઘટીને રૂ.656 પર બંધ થયો હતો.
સૌથી વધુ ઉછાળો રિયલ્ટી શેર્સમાં જોવા મળ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 3.63% વધીને બંધ થયો. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1.21% વધ્યો. મેટલ ઈન્ડેક્સ 0.53% વધીને બંધ થયો હતો. પ્રાઈવેટ બેંકના શેર સૌથી વધુ તૂટ્યા છે. પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 1.38% ઘટ્યો છે.
સોમવારે S&P 500 તેના 19 ફેબ્રુઆરીના રેકોર્ડ હાઈ સ્તરેથી 8.6% નીચે બંધ થયો છે. ત્યારથી તેની માર્કેટ વેલ્યૂમાં 4 ટ્રિલિયન ડોલર(350 લાખ કરોડ)થી વધારે ઘટાડો આવ્યો છે. નેસ્ડેક પણ પોતાના ડિસેમ્બરના હાઈ સ્તરેથી 10% થી વધારે ડાઉન ગયો છે.