Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રવિવારે T20 વર્લ્ડ કપમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. એક બોલે એવું લાગતું કે મેચ ભારતની તરફેણમાં તો બીજા બોલે લાગતું આફ્રિકાની તરફેણમાં હોય. રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી અને તેના જવાબદાર કેપ્ટન અને પૂર્વ કેપ્ટન રહ્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીની અમે વાત કરી રહ્યા છીએ.


મેચમાં એક નહીં, પરંતુ ત્રણ એવી તક હતી જ્યારે રોહિત શર્મા અને કોહલીએ મોટી ભૂલો કરી હોય. બંન્ને ખેલાડીઓએ ભૂલ ન કરી હોત તો કદાચ મેચનું પરિણામ કંઈ અલગ હોત.

હાર્દિક પંડ્યા 9મી ઓવર નાખી રહ્યો હતો. ઓવરનો પાંચમો બોલ લેન્થ બોલ હતો. દક્ષિણ આફ્રિકાના બેટર ડેવિડ મિલરે તેને કવર તરફ માર્યો અને રન લેવા માટે ક્રીઝની ઘણો બહાર આવ્યો હતો. નોન-સ્ટ્રાઈકર એડન માર્કરમ પણ દોડીને અડધી પીચ પર આવ્યો હતો.

રોહિતે બોલ ઉઠાવ્યો અને નોન-સ્ટ્રાઈકર તરફ થ્રો કર્યો. રોહિતનો નિશાનો ચૂકી ગયો અને માર્કરમ સલામત રીતે ક્રીઝ પર પહોંચી ગયો. આ બધું એટલું ઝડપથી થયું કે, બોલર અર્શદીપને ફોલો થ્રૂ કમ્પલીટ કરી સ્ટંપ સુધી આવવાની તક પણ ન મળી.

બીજો રન આઉટ રોહિતે 13મી ઓવરમાં મીસ કર્યો. બોલિંગ મોહમ્મદ શમી કરી રહ્યો હતો. આ એક સટીક ગુડ લેન્થ બોલ હતો. મિલર મુશ્કેલીથી તેનો બચાવ કરી શક્યો. માર્કરમને રન માટે ભાગતો જોઈ પોતે પણ દોડ્યો. બીજી તરફ, રોહિત કવરથી દોડતો આવ્યો, બોલ પકડ્યો અને સ્ટ્રાઈકર એન્ડ પર અંડરઆર્મ થ્રો કર્યો. આ વખતે પણ નિશાનો સટીક નહતો. આ પછી આ બે બેટર એટલે કે માર્કરમ અને મિલરે ટીમ ઈન્ડિયાની પકડમાંથી મેચ ખેંચી લીધી.