ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે. જોકે, દુનિયાભરના ફેન્સને 23 ઓક્ટોબરની રાહ છે. આ દિવસે ટૂર્નામેન્ટનો સૌથી સુપરહિટ મુકાબલો થવાનો છે. એટલે ભારત Vs પાકિસ્તાનનો મહામુકાબલો. આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવાના 10 મિનિટમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થઇ ગઇ હતી. અંદાજ છે કે 8 લાખ જેટલા લોકો આ મેચ નિહાળવા માટે આવી શકે છે. ભારત અને પાકિસ્તાનથી કોઈ ફેન્સ ખાસ કરીને આ મેચ જોવા ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે, પરંતુ ફેન્સ સહિત ICCની તમામ આશાઓ પર વરસાદ પાણી ફેરવી શકે છે.
1992થી લઇને અત્યાર સુધીમાં વન ડે અને ટી-20 વર્લ્ડ કપ મળીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 મુકાબલા રમાઇ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એક પણ મેચ વરસાદના કારણે રદ્દ નથી થઇ.
23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. એવું થાય છે તો વનડ અને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલો મુકાબલો હશે જ્યારે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મુશ્કેલી સર્જી શકે છે.