કંદહાર વિમાન અપહરણ કેસના આરોપી અલ-ઉમર મુજાહિદ્દીનના નેતા અને મુખ્ય કમાન્ડર મુશ્તાક ઝરગરની શ્રીનગર સ્થિત સંપત્તિને ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. શ્રીનગરના ગની મોહલ્લામાં આવેલું આ ઘર 544 ચોરસ ફૂટનું છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસની કડક સુરક્ષા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝરગર બહેનોની હાજરીમાં કાર્યવાહી અંગે નોટિસ ચોંટાડી હતી.
બહેનોએ થોડો વાંધો ઉઠાવ્યો પણ તેમને ક્યાંયથી સમર્થન મળ્યું નહીં. 1999માં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પ્લેન હાઇજેક કરીને કંદહાર લઇ ગયા હતા. ત્યાં 814 મુસાફરોની મુક્તિના બદલામાં ત્રાસવાદીઓની માંગણી પર મસૂદ અઝહર અને મુશ્તાક ઝરગરને મુક્ત કરવામાં આવ્યા હતા. આતંકવાદી મુશ્તાક 1987માં મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રબૈયા સઈદના અપહરણમાં પણ સામેલ હતો.