લવકુશ મિશ્રા પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા અમદાવાદ જંક્શન પર લોડ ઘટાડવા માટે અહીંથી પસાર થતી અપ ડાઉનની 12 ટ્રેનોને રાજકોટ શિફ્ટ કરાશે. એટલે કે અમદાવાદ વિભાગની સત્તામાંથી આ ટ્રેન હવે રાજકોટ વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ આવશે અને આ ટ્રેન રાજકોટથી પસાર થઇને અવરજવર કરશે. વાસ્તવમાં અમદાવાદ સ્ટેશન પર અત્યારે સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત અહીંથી દૈનિક 272 ટ્રેનોની અવરજવર છે જેમાંથી 57 ટ્રેન માત્ર અમદાવાદ રૂટ પરથી જ ઉપડે છે. અહીંથી ઉપડતી ટ્રેનોને એક કલાક પહેલા જ પ્લેટફોર્મ પર લાવવી પડે છે. જેને કારણે સ્ટેશનના નિર્માણ કાર્યની સાથે જ અમદાવાદ જંક્શનની નજીક નિર્માણાધીન હાઇસ્પીડ બુલેટ રેલવે સ્ટેશનને કારણે રેલવે સ્ટેશન પર ભારણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આ ભારણ ઘટાડવા તેમજ મુસાફરોના ટ્રાફિકને ઘટાડવા માટે અમદાવાદ જંક્શનથી ઉપડતી ટ્રેનોને શિફ્ટ કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. જેને હવે રેલવે બોર્ડે મંજૂરી આપતા પશ્ચિમ રેલવેના મુખ્યાલયને 12 અપ-ડાઉન ટ્રેનને રાજકોટ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં પ્રથમ તબક્કામાં 8 અપડાઉન ટ્રેનોને શિફ્ટ કરવાની તૈયારી શરૂ થઇ ચુકી છે. ચાલી રહ્યું છે. તે ઉપરાંત અહીંથી દૈનિક 272 ટ્રેનોની અવરજવર છે જેમાંથી 57 ટ્રેન માત્ર અમદાવાદ રૂટ પરથી જ ઉપડે છે.