ભાગલપુર પોલીસ લાઇન્સના સરકારી ક્વાર્ટરમાંથી પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. 38 નંબરના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ, તેના પતિ, બે બાળકો (5 વર્ષનો પુત્ર, 3 વર્ષની પુત્રી) અને તેની માતાના મૃતદેહ મળી આવ્યા હતા. કોન્સ્ટેબલના પતિ પંકજે પહેલા આખા પરિવારની હત્યા કરી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી.
પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની આશંકાથી આવી મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પતિએ પરિવારના ચાર સભ્યોનું ગળું દબાવી નાખ્યું, જ્યારે તેણે પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પંકજે પરિવારના ચાર સભ્યોની હત્યાની કબૂલાત કરી છે. નીતુ હાલમાં SSP ઓફિસમાં પોસ્ટેડ હતી.
ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ડીઆઈજી, એસએસપી, સિટી એસપી, સિટી ડીએસપી, ડીએસપી લાઈન સહિત ડઝનબંધ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે.