વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક માર્કેટમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર માસમાં વ્યાજદરમાં ઘટાડાની આશાના અહેવાલે આઇટી સેક્ટરમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી. જેના કારણે 149.85 પોઈન્ટ વધીને 79,105.88 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 272.91 પોઈન્ટ વધીને 79,228.94 પહોંચ્યો હતો. નિફ્ટી 4.75 પોઈન્ટ વધીને 24,143.75 પર બંધ થયો હતો. જોકે, સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં ઉંચા વેલ્યુએશનના કારણે નિરસ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. રોકાણકારોની મૂડી નજીવી ઘટી 444.29 લાખ કરોડ રહી હતી.
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નજીવો મજબૂત બની 83.95 બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસે સૌથી વધુ 2.3 ટકા વધ્યો હતો. એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ સૌથી વધુ વધ્યા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 0.57 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.41 ટકા ઘટ્યો હતો.સેક્ટોરલ ઇન્ડેક્સમાં IT 1.41 ટકા, ટેક 1.33 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.13 ટકા અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી 0.09 ટકા વધ્યા હતા.