ગામડાઓમાં રહેતા પરિવારોની આવક સતત વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં જ ગામડાઓમાં રહેતા પરિવારોની સરેરાશ માસિક આવકમાં 57.6 ટકાનો વધારો થયો હોવાનું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના તાજેતરના સરવેમાં આ વાત સામે આવી છે. દર મહિને 12698 રૂપિયાની કમાણી કરે છે. નાબાર્ડના બીજા ‘ઓલ ઈન્ડિયા રૂરલ ફાઈનાન્સિયલ ઈન્કલુઝન સર્વે (NAFIS) 2021-22માં જાણવા મળ્યું છે કે ગ્રામજનોની આવક માત્ર વધી રહી છે. વર્ષ 2016-17માં તેમની સરેરાશ માસિક આવક રૂ. 8,059 હતી. તે વર્ષ 2021-22માં વધીને 12,698 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે પાંચ વર્ષમાં આવકમાં 57.6 ટકાનો વધારો થયો છે. જોકે, 23-24માં પણ આવકમાં વૃદ્ધિ થઇ હોવાનો અંદાજ છે.
નાબાર્ડે જણાવ્યું કે પાંચ વર્ષના સમયગાળામાં પરિવારોની સરેરાશ માસિક આવક 57.6 ટકા વધીને 2016-17માં રૂ. 8,059 થી વધીને 2021-22માં રૂ. 12,698 થઈ ગઈ છે. જે 9.5 ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન બચતમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021-22માં ઘરની સરેરાશ બચત વાર્ષિક 13209 રૂપિયા હતી જ્યારે પાંચ વર્ષ પહેલા તે 9104 રૂપિયા હતી. 2021-22માં 66 ટકા પરિવારોએ બચત નોંધાવી હતી જે 2016-17માં 50.6 ટકા હતી. સર્વેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવકમાં વધારો થવા ઉપરાંત ઘરનો ખર્ચ પણ વધ્યો છે. સરેરાશ માસિક ખર્ચ 2016-17માં રૂ. 6,646થી વધીને 2021-22માં રૂ. 11,262 થયો છે. મહત્વની વાત એ છે કે કુલ વપરાશમાં ખાદ્ય ચીજવસ્તુઓનો હિસ્સો 51 ટકાથી ઘટીને 47 ટકા થયો છે, જે અન્ય જરૂરિયાતો તરફ ખર્ચ કરવાની પદ્ધતિમાં ફેરફાર ધરાવે છે. વર્ષ 2016-17માં તેમની સરેરાશ માસિક આવક રૂ. 8,059 હતી. તે વર્ષ 2021-22માં વધીને 12,698 રૂપિયા થઈ ગઈ છે.