યુક્રેને મંગળવારે રશિયા પર અત્યાર સુધીનો સૌથી ઘાતક ડ્રોન હુમલો કર્યો. યુક્રેને 144 ડ્રોન વડે રશિયાની રાજધાની મોસ્કો સહિત 8 પ્રાંતોને નિશાન બનાવ્યા છે. હુમલામાં અનેક રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, રશિયાની રાજધાની મોસ્કોની નજીક લગભગ 20 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
હુમલામાં ડઝનબંધ ઘરો ધરાશાયી થયા છે. આ હુમલાને કારણે મોસ્કો અને તેની આસપાસના એરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોસ્કોના 4માંથી 3 એરપોર્ટને 6 કલાકથી વધુ સમય માટે બંધ રાખવા પડ્યા હતા.
આ હુમલામાં 46 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે. રશિયાએ અન્ય 8 પ્રાંતોમાં પણ 124 ડ્રોન તોડી પાડ્યા છે. આ હુમલાનો બદલો લેતા રશિયાએ પણ યુક્રેન પર 46 ડ્રોન વડે હુમલો કર્યો છે. જો કે, યુક્રેન અનુસાર, તેણે આમાંથી 38 ડ્રોન તોડી પાડ્યા.