Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુકેમાં બુધવારે ખરાબ હવામાન વચ્ચે એક પ્લેનને અત્યંત ખતરનાક સ્થિતિમાં લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ પહેલા પાયલોટે પ્લેનને લેન્ડ કરાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં, ઔરિગે ATR72-600 પ્લેન આકાશમાં ભારે પવન વચ્ચે ડગમગતું જોઈ શકાય છે. બાદમાં, પાઇલોટ્સે પ્લેનને ત્રાંસું કરીને બ્રિસ્ટોલ એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું.


જ્યારે પ્લેન બ્રિસ્ટોલ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે વરસાદ અને ભારે પવનને કારણે પ્લેન ડગમગવા લાગ્યું હતું. જેના કારણે પાયલટોને લેન્ડિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રનવે પર પહોંચ્યા પછી પણ પ્લેન સ્થિર થઈ શક્યું ન હતું. પરંતુ પાયલોટે પોતાની ટેક્નોલોજી વડે થોડી સેકન્ડ બાદ પ્લેનને લેન્ડ કરાવ્યું હતું. પાઇલોટ્સેની ખુબ પ્રશંસા થઈ રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે યુકેમાં વાવાઝોડું, વરસાદ અને ભારે પવનને કારણે એરપોર્ટ પર ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું હતુ. દક્ષિણ સ્કોટલેન્ડમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અને ઉત્તરી આયરલેન્ડમાં સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

ભારે પવન કે જે વિમાનની ઉડાનની દિશામાં કાટખૂણે ફૂંકાય છે તેને ક્રોસ વિન્ડ કહેવામાં આવે છે. આ પવનોએ લેન્ડિંગ સમયે પ્લેનને રનવે પર અડચણરુપ બને છે અને મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ રહે છે. સામાન્ય રીતે, આવી પરિસ્થિતિઓમાં, એરક્રાફ્ટ લેન્ડ થતું નથી, માત્ર ઈમરજન્સી અથવા ફ્યુલ ઘટી જતા જ લેન્ડિંગ કરાવવામાં આવે છે.