રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 2030 સુધીમાં 570 ગીગાવોટના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે ત્યારે આ સેક્ટરમાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. રીન્યુએબલ એનર્જીના કારણે સીધો ફાયદો સ્ટીલ, મેન્યુફેક્ચરિંગ તથા એન્જિનિયરિંગ સેક્ટરને મળી શકે છે તેવો નિર્દેશ ગાંધીનગરમાં યોજાયેલી સમિટમાં ટોચના નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે આગામી પાંચ થી સાત વર્ષમાં ટોચના સેક્ટરમાં કોસ્ટ ઓફ સેવિંગ ઇફેક્ટિવ બનશે જેના કારણે કોર્પોરેટ સેક્ટરમાં અર્નિંગ ગ્રોથ મજબૂત બનશે અને તેનો સીધો ફાયદો સેક્ટર ઉપરાંત દેશની ઇકોનોમીને મળશે.
રિલાયન્સ, અદાણી, વારી ઉપરાંત રીન્યુ પણ વાર્ષિક 1 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે રોકાણ કરશે. આ 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલિત થશે. આ ભારતની વાર્ષિક 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનની અંદાજિત ક્ષમતાના 20% છે. આ ગ્રીન હાઇડ્રોજન પહેલથી વધારાની 100,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી કરવા માટે તૈયાર છે. કંપની 6 ગીગાવોટ ઇનગોટ/વેફર ક્ષમતા, 6 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન અને 10 ગીગાવોટ સોલર મોડ્યુલને ટેકો આપવા માટે સૌર ઉત્પાદન સુવિધાઓ પણ સ્થાપિત કરશે, તેનાથી આશરે 5,000 નોકરીઓનું સર્જન થશે.
સોલાર મેન્યુફેક્ચરિંગમાં વારી માર્કેટ લિડર છે. ગુજરાતમાં 12 GW મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે. તેમજ વધારાના 5.4 GW માટે નવી ક્ષમતા વિકસીત કરાઇ રહી છે. કંપની પીએલઆઇ હેઠળ વધારાના 6.0 GWનો ઉમેરો કરશે. કંપનીએ આઇપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે તેમ કંપનીના સીઇઓ અમીત પાઇથંકરે નિર્દેશ કર્યો હતો.