ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની બીજી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ દિવસના પ્રથમ સત્રની રમત ચાલુ છે અને બાંગ્લાદેશે વિકેટ ગુમાવ્યા વિના 32 રન બનાવી લીધા છે. નજમુલ હસન શાંતો અને ઝાકીર હસન ક્રિઝ પર છે.
કેપ્ટન ફિટ, ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર
ભારતીય કેપ્ટન કેએલ રાહુલ ફિટ છે અને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. છેલ્લી મેચના મેન ઓફ ધ મેચ કુલદીપ યાદવને પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે જયદેવ ઉનડકટ 12 વર્ષ બાદ પરત ફર્યો છે.
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશઃ શાકિબ અલ હસન (કેપ્ટન), મહમુદુલ હસન, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, લિટન દાસ (વિકેટમેન), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ અને તસ્કીન અહેમદ.
ભારત ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું હતું
શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ક્લિન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઉતરી છે. ચટ્ટોગ્રામ ટેસ્ટમાં 188 રનથી જીત મેળવીને ભારતે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ સાથે જ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ જીતીને શ્રેણી 1-1થી ડ્રો કરવાના ઈરાદા સાથે રમી રહ્યું છે.
આ મેચ જીત્યા બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.
જો ભારત જીતશે તો બાંગ્લાદેશ ચોથી વખત ક્લિન સ્વીપ કરશે
આ પહેલા બંને દેશો વચ્ચે 4 વખત 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ હતી. ભારતે 3 વખત ક્લીન સ્વિપ કર્યું અને એક વખત શ્રેણી 1-0થી જીતી. હવે 5મી શ્રેણી ચાલી રહી છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો તે બાંગ્લાદેશને ચોથી વખત ક્લિન સ્વિપ કરશે.