Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીનના દેવાની જાળમાંથી છુટકારા માટે જાપાનની નવી સરકારે એક મોટો પ્લાન બનાવ્યો છે. ચીનનું વર્ચસ્વ ઘટાડવા માટે જાપાને પોતાના મજબૂત અર્થતંત્રને હથિયાર બનાવ્યું છે. આ ક્રમમાં જાપાને સૌથી પહેલાં વર્ષના અંતમાં ચીનના દેવાના ડુંગર તળે દબાયેલા શ્રીલંકાના પ્રતિનિધિઓને ટોક્યો બોલાવ્યા છે. શ્રીલંકા પર ચીનનું કુલ 60,756 કરોડનું દેવું છે. જે શ્રીલંકાના કુલ વિદેશી દેવાના 52 ટકા થવા જાય છે.


ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર હિનાટા-યામાગુચીએ કહ્યું હતું કે ચીન પોતાની ધિરાણ નીતિને લઈને ઘણું આગળ નીકળી ગયું છે. આગામી બેઠકમાં શ્રીલંકા ચીનના દેવાની જાળમાં વધુ ફસાય નહીં એના પર ફોકસ રહેશે. સાથે ચીન પાસેથી દેવું લેનાર અન્ય દેશોને પણ એલર્ટ કરવામાં આવશે. હાલમાં જ સોલોમન આઇલેન્ડ પણ ચીન પાસેથી લોન લેશે એવી વાત ચાલી હતી.

જાપાને ચીન પાસેથી ધિરાણ લેવા બદલ શ્રીલંકાને ઘણી ચેતવણીઓ આપી હતી છતાં પણ શ્રીલંકા સરકારે ચીન સરકાર પાસેથી હંબનટોટા પોર્ટ માટે 9,130 કરોડનું ધિરાણ લીધું હતું. શ્રીલંકા આ નાણાં ચૂકવી શક્યું નહીં. પરિણામે 2017માં એક ચીની કંપનીએ પોર્ટને 99 વર્ષની લીઝ પર મેળવી લીધું.

નેપાલ: રેલવે કરાર નહીં કરવા સમજાવટ
ચીન ટ્રાન્સ-હિમાલયન રેલવે લાઇન દ્વારા લ્હાસાથી કાઠમંડુને જોડવા માગે છે. નેપાલમાં 70 કિમી ટ્રેકનો ખર્ચ 39,840 કરોડ રૂપિયા છે. જાપાનનાં વિવિધ અખબારના રિપોર્ટ અનુસાર જાપાન સરકારે નેપાળ સરકારનો સંપર્ક કરીને આ રેલવે પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ધિરાણ નહીં લેવા સમજાવ્યું હતું.