Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલાના વિરોધમાં તેમના પક્ષ તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ રસ્તા પર ડેરાતંબૂ તાણી લીધા છે. મંગળવારે પીટીઆઈ સમર્થકોએ દેખાવો કરીને અનેક શહેરોમાં જામ કરી દીધો હતો. તેમણે ઈસ્લામાબાદ એરપોર્ટ તરફ જતા હાઈવે, લાહોર અને પેશાવર તરફથી રાજધાની ઈસ્લામાબાદને જોડતા રસ્તા પણ બ્લોક કરી દીધા હતા. આ કારણસર ઈસ્લામાબાદ મુખ્ય શહેરોથી કપાઈ ગયું હતું. જોકે, દેખાવકારોને ઈસ્લામાબાદમાં ઘૂસતા રોકવા માટે પોલીસે ટિયરગેસના શેલ સાથે પાણીનો મારો કરીને લોકોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.


આ પહેલા ઈમરાન સમર્થકોએ પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં ગવર્નર નિવાસે હુમલો કર્યો એન્ટ્રી ગેટ તોડી નાખ્યો. ફૈસલાબામાં કાર્યકરોએ પાકિસ્તાનના ઈન્ટિરિયર મંત્રી રાણા સનાઉલ્લાહના ઘર પર પણ હુમલો કર્યો અને સરકાર વિરોધી નારા લગાવ્યા. દેશભરમાં થઈ રહેલા આવા દેખાવોથી સામાન્ય નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.

ઈસ્લામાબાદના બિઝનેસ મેન મોહમ્મદ અલીએ ભાસ્કરને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઈસ્લામાબાદમાં જિંદગી મુશ્કેલ બની ગઈ છે. દરેક પક્ષ પોતાના રાજકીય રોટલા શેકીને આખા શહેરને ધરણાં-દેખાવોના બહાને કેદ કરી લે છે. સરકારે આવા રાજકીય દેખાવો પર રોક લગાવીને પ્રજાને રાહત આપવી જોઈએ. બીજી તરફ, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી દિવસોમાં પાકિસ્તાનનું રાજકીય પરિદૃશ્ય વધુ હિંસક થઈ શકે છે. ઈમરાન પર થયેલા હુમલાથી દેશમાં રાજકીય સંકટ વધશે. પાકિસ્તાન માટે આ મહિનો મહત્ત્વનો છે કારણ કે, રાજકીય સંકટ વચ્ચે દેશમાં નવા સેના પ્રમુખ પણ પસંદ થવાના છે.