આટકોટ લાખાવડ ગામ રહેણાંક મકાનમાં ધામણ સાપ આવી ચડતાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સતત બીજા દિવસે વન વિભાગના રમેશભાઈ કૂકડીયા સાપ પકડવા દોડતા રહ્યા હતા. તેમણે એક મકાનના રસોડામાં સાપ ઘૂસી ગયો હતો તેની અડધી કલાક સુધી શોધખોળ ચલાવવી પડી હતી, જો કે બાદમાં તે મળી આવતાં તેનું રેસ્ક્યુ કરાયું હતું અને જંગલમાં મુક્ત કરી દેવાયો હતો. મકાનમાં રસોડામાં ઘૂસી ગયેલો સાપ લાકડામાં છૂપાઈ ગયો હતો જેને મહામહેનતે બહાર લાવી શકાયો હતો. રમેશભાઈ કૂકડીયાએ જણાવ્યું હતું કે આ આ સાપ ઝડપી દોડે છે અને મહામહેનતે હાથમાં આવે છે,જો કે તે ઝેરી હોતો નથી પણ તે લાંબો હોય છે.