વિદેશમાં વસેલા ભારતીયો (NRI) દેશમાં હવે વધુ મકાન ખરીદી રહ્યાં છે. સ્થાનિક સ્તરે રિયલ એસ્ટેટમાં તેમનું રોકાણ 20 મહિનામાં 15-20% વધ્યું છે. વર્ષ 2025 સુધી રિયલ એસ્ટેટ માર્કેટમાં NRIનો હિસ્સો 20% સુધી પહોંચી શકે છે, જે અત્યારે 15% છે. એનારૉક અનુસાર, 2023માં NRIએ 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. દર ક્વાર્ટર દરમિયાન NRI રિયલ એસ્ટેટમાં 10-15% ખરીદી કરે છે.
2024 દરમિયાન લેન્ડ એન્ડ ડેવલપમેંટ પ્રોજેક્ટ્સમાં રૂચિ ધરાવતા વિદેશી રોકાણકારોના મામલે ભારત, ચીન અને સિંગાપુર બાદ વિશ્વમાં ત્રીજા સ્થાન પર હશે. કુલ વિદેશી રિયલ એસ્ટેટ રોકાણનું લગભગ 70% ભારતના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ સેક્ટરમાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ થર્ડ પાર્ટી લૉજિસ્ટિક્સ ફર્મ્સ અને ઇ-કોમર્સ કંપનીઓની માંગ વધવાથી દેશના ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસિંગ સેક્ટરમાં વિદેશી રોકાણ વધ્યું છે.
શહેરી વિસ્તારોમાં વધતી વસ્તી અને જમીનની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે હવે બહુમાળી ઇમારતો અને સ્કાયસ્ક્રેપર્સની સંખ્યા તેજીથી વધી રહી છે. અત્યારના ટ્રેન્ડના હિસાબે વર્ષ 2050 સુધી દેશની શહેરી વસ્તીમાં 30 કરોડ નવા લોકો જોડાશે. તેને જોતા દેશનું રિયલ એસ્ટેટ સેક્ટર હૉરિઝોન્ટલમાંથી વર્ટિકલ પર શિફ્ટ થઇ રહ્યું છે. એટલે કે ઊંચા ઇમારતો બનશે. 125 મીટર અથવા 40 માળથી ઊંચી ઇમારતને સ્કાયસ્ક્રેપર અને 12 માળથી ઊંચી ઇમારતને હાઇ-રાઇઝ કહેવાય છે.