Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 25.78 લાખ મતદારો પોતાનો મત આપી શકશે.


બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.

બીજા તબક્કામાં 131 ઉમેદવારો કરોડપતિ છે અને 49 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈનાએ પોતાની સંપત્તિ માત્ર 1,000 રૂપિયા જાહેર કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ અને બીરવાહથી ચૂંટણી લડી રહ્યા છે. ઓમર લોકસભા ચૂંટણીમાં બારામુલા બેઠક પરથી તિહાર જેલમાંથી ચૂંટણી લડેલા એન્જિનિયર રાશિદ સામે હારી ગયો હતો. આ વખતે પણ જેલમાં બંધ સર્જન અહેમદ વાગે ઉર્ફે આઝાદી ચાચા તેમની સામે ગાંદરબલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. આ દરમિયાન 61.38% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 80.20% અને સૌથી ઓછું પુલવામામાં 46.99% હતું.