દિલ્હી વિસ્ફોટ અંગે PM મોદીએ કહ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. મોદી આજે બે દિવસની મુલાકાતે ભૂટાન પહોંચ્યા છે.
તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ ભારે મન સાથે અહીં આવ્યા છે. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખી કર્યા છે.
મોદીએ વધુમાં કહ્યું કે, "આ ષડયંત્ર પાછળ જે કોઈ પણ છે તેને બક્ષવામાં આવશે નહીં. જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. અમારી એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે."