૩ એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી, યુએસ શેરબજારનો ઇન્ડેક્સ ડાઉ જોન્સ લગભગ 1679 પોઈન્ટ અથવા 3.98% ઘટીને 40545 પર બંધ થયો.
S&P 500 ઇન્ડેક્સ 274 પોઈન્ટ અથવા 4.84% ઘટ્યો. તે 5450ના સ્તરે આવી ગયો. નાસ્ડેક કમ્પોઝિટ સૌથી વધુ 1050 પોઈન્ટ અથવા 5.97% ઘટ્યો.
નાઇકી, બોઇંગ, એપલ અને એમેઝોન જેવી કંપનીઓના શેર 15% સુધી ઘટ્યા. એરલાઇન, કપડાં, રિટેલ, ટેકનોલોજી અને બેંક સહિત તમામ ક્ષેત્રોના શેર ઘટ્યા.
આ ઘટાડાથી યુએસ શેરબજારના માર્કેટ કેપમાં લગભગ $2 ટ્રિલિયનનો ઘટાડો થયો. 2 એપ્રિલે S&P 500 ઇન્ડેક્સનું માર્કેટ કેપ $47.681 ટ્રિલિયન હતું, જે 3 એપ્રિલે ઘટીને $45.917 ટ્રિલિયન થઈ ગયું છે.
આ ઘટાડાથી યુએસ શેરબજારના માર્કેટ કેપમાં લગભગ $2 ટ્રિલિયનનો કડાકો બોલી ગયો હતો. 2 એપ્રિલના રોજ S&P 500 ઇન્ડેક્સનું માર્કેટ કેપ $47.681 ટ્રિલિયન હતું, જે 3 એપ્રિલના રોજ ઘટીને $45.921 ટ્રિલિયન થઈ ગયું હતું.