યુરોપમાં રાષ્ટ્રવાદી લહેર છવાઈ છે. છેલ્લાં 2 વર્ષ દરમિયાન યુરોપના 44 દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સરકાર રચાઈ છે. બે વર્ષ સુધી યુરોપના કોઈ પણ દેશમાં રાષ્ટ્રવાદી અથવા કટ્ટર દક્ષિણપંથી પાર્ટીની સરકાર બની ન હતી. આ દરમિયાન ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સૌથી લોકપ્રિય રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભરી આવ્યાં છે.
ઈનસાઈડ યુરોપના તાજેતરના સરવે મુજબ મેલોનીની લોકપ્રિયતા 62 ટકા છે, જે કોઈ પણ યુરોપિયન દેશના નેતાથી સૌથી વધુ છે. લોકપ્રિય નેતાઓના લિસ્ટમાં બીજા સ્થાને હંગરીના પીએમ વિક્તોર ઓરબન છે. તેમની લોકપ્રિયતા 52 ટકા છે.
યુરોપમાં 10 વર્ષથી ઈમિગ્રન્ટ્સ દ્વારા રોજગાર છીનવવો અને આતંકવાદની ઘટનાઓને લીધે લોકોમાં રોષ છે. ત્યારે આ લોકોને પોતાના પક્ષમાં લાવવામાં રાષ્ટ્રવાદી પાર્ટીઓ સફળ રહી છે.