વિશ્વની સૌથી ઝડપી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓના સમૂહ BRICSની 16મી સમિટ રશિયામાં યોજાઈ રહી છે. મોસ્કોને અડીને આવેલા કઝાન શહેરમાં આયોજિત આ સમિટમાં રશિયા, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિત 28 દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં ભાષણ આપશે.
આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કરી રહ્યા છે. ગયા વર્ષ સુધી 5 દેશો ધરાવતા આ આર્થિક જૂથમાં હવે 9 દેશો છે. સાથે જ UAE, ઈરાન, ઈજીપ્ત અને ઈથોપિયા પણ આ વર્ષે જોડાવા જઈ રહ્યા છે. 34 વધુ દેશોએ પણ બ્રિક્સનું સભ્યપદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.