રશિયાના કઝાનમાં BRICS સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 4 નવા દેશો ઉમેરવા ઉપરાંત 13 ભાગીદાર દેશો પણ ઉમેરવામાં આવ્યા છે. અલ્જીરિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, નાઇજીરિયા, તુર્કી, ઉઝબેકિસ્તાન સહિત 7 મુસ્લિમ બહુમતી દેશો છે.
આમાં પાકિસ્તાનને સ્થાન મળ્યું નથી. પાકિસ્તાને બ્રિક્સ દેશોમાં સામેલ થવા માટે અરજી કરી હતી, પરંતુ તે પાર્ટનર દેશોમાં પણ સ્થાન મેળવી શક્યો ન હતો. ભાગીદાર દેશો બ્રિક્સના ઔપચારિક સભ્ય નહીં હોય, પણ સંગઠનના આયોજનનો ભાગ હશે.
આ વખતે બ્રિક્સના સભ્યપદ માટે 30થી વધુ દેશોએ અરજી કરી હતી. બુધવારે બ્રિક્સ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, હવે નવા દેશોને સામેલ કરતા પહેલા ધ્યાન રાખવામાં આવશે કે તેનાથી સંગઠનની કાર્યક્ષમતા પર અસર ન પડે.