શું તમે રણમાં ભારે વરસાદ, તીવ્ર ઠંડી અને હિમવર્ષાની કલ્પના કરી શકો? સાઉદી અરેબિયાના એક રણમાં બરાબર આવું જ થયું. એટલો બધો બરફ પડ્યો કે રણ સફેદ ચાદર જેવું દેખાવા લાગ્યું.
સાઉદી અરેબિયા સામાન્ય રીતે તેની તીવ્ર ગરમી અને વિશાળ રણ માટે જાણીતું છે, પરંતુ હવે એક અનોખી ઘટના સામે આવી છે. અલ-જૌફ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાએ સૌને ચોંકાવી દીધા છે. રણમાં હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય બની રહી છે. તમને જણાવી દઈએ કે રણમાં હિમવર્ષા એ એક અસાધારણ ઘટના છે. આ હિમવર્ષા સાથે જોડાયેલા ઘણા રસપ્રદ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.