Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની કોટન ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક સ્તરે વ્યાપ વધારવા આગળ વધી રહી છે સાથે-સાથે અનેક પડકારોનો પણ સામનો કરી રહી છે. આ સમયે અનેક કંપનીઓ ઓર્ગેનિક, કાર્બન-ન્યૂટ્રલ ઉત્પાદન પ્રથાઓ તરફ ડાયવર્ટ થવા લાગી છે અને ટેક્નોલોજીમાં રોકાણને વેગ આપી ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઉત્પાદનને પ્રાધાન્ય આપી રહી છે. ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્નોલોજી અપગ્રેડેશનના કારણે ઇન્ડસ્ટ્રીઝને સારો ફાયદો મળી રહ્યો હોવાનું અક્ષિતા કોટનના એમડી કુશલ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે દેશના કોટન ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. કંપની ઇકો-ફ્રેન્ડલી કામગીરી અને ગુણવત્તા નિયંત્રણ પર ભાર મૂક્યો હોવાથી સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત થઈ શકી છે.

મજબૂત વૈશ્વિક ઉપસ્થિતી સ્થાપી છે જેમાં બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિતના મહત્વના આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉચ્ચ ગુણવત્તાના કપાસની નિકાસ કરે છે. સક્ષમ સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા યુરોપ, મધ્ય પૂર્વ તથા એશિયામાં પણ ક્લાયન્ટ્સને સેવાઓ આપે છે. તેનું મજબૂત નેટવર્ક સમયસર ડિલિવરી તથા સ્પર્ધાત્મક ભાવો સુનિશ્ચિત કરે છે.