શહેરમાં ગોંડલ ચોકડી પાસે પટેલ કન્યા છાત્રાલયમાં રહેતી અને એકાઉન્ટન્ટની ઓફિસમાં નોકરી કરતી યુવતીને ટાસ્કના નામે કમાણી કરવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ 8.81 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
મૂળ જામકંડોરણાના મેઘાવડ ગામની અને હાલ રાજકોટ પટેલ છાત્રાલયમાં રહી શાસ્ત્રીનગર પાસેના અજમેરામાં માર્ક એકાઉન્ટન્ટ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી કૃપાલી ભગવાનજીભાઇ ભાલારાએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.3-4ના રોજ મારા ફોનમાં વોટ્સઅેપમાં મેસેજ આવ્યો હતો અને હું રોશની કિનેશો ઇન્ડિયા પ્રા.લિ. કંપનીમાં મેનેજર છું તમારી ફ્રી લાન્સીમાં તમારું સિલેક્શન થયેલ છે. તમારે કોઇ પ્રકારનું ઇન્વેન્ટમેન્ટ કરવાનું નથી અને તમારે હું કહું તેમ કરવાનું છે તેમ કહેલ પછી મને ગૂગલના બે ટાસ્ક આપેલા અને તેને પૂરા કર્યા બાદ તેને ટાસ્કના 300 રૂપિયા ગૂગલ પેમાં આપેલ હતા.